ગુજરાત રાજ્યની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટી તેમજ NAAC A+ ગ્રેડ પ્રાપ્ત યુનિવર્સિટી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વર્તમાન કોરોના કાલ માં માં પણ પોતાના નિયત કાર્યક્રમો સમયપત્રક પ્રમાણે ચલાવી રહી છે. યુનિવર્સિટી દ્વારા નિરંતર વિવિધ કાર્યક્રમો યોજાઈ છે. જેમાં Short term course, Webinaar, વિશેષ વ્યાખ્યાન કાર્યક્રમો વગેરે નું આયોજન યુનિવર્સિટી દ્વારા થઈ રહ્યું છે. આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા વિશેષ દિવસ નીમીત્તે તેને અનુરૂપ કાર્યક્રમો યોજાય છે. જેમકે આંબેડકર જયંતી, સ્વામી વિવેકાનંદ જયંતી વગેરે.યુનિવર્સિટી દ્વારા તા ૨૫/૦૧/૨૦૨૨ નાં રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં એક વિશેષ વ્યાખ્યાન યોજવામાં આવ્યું જેની વિગતો નીચે મુજબ છે.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એસ.ટી /એસ.સી/ ઓબીસી સેલ દ્વારા રાષ્ટ્રીય મતદાન દિવસની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય વક્તા આર. આર. લાલન કોલેજ, ભુજના રાજ્યશાસ્ત્ર વિભાગના પ્રોફેસર અર્ણવ અંજારિયા સાહેબ હતા. કાર્યક્રમના પ્રારંભે શ્રી ભાવિનભાઈ પંડ્યાએ મંગલાચરણ કર્યું હતું. શ્રીસોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સંચાલિત સંસ્કૃત કોલેજના પ્રિન્સિપાલશ્રી નરેન્દ્રકુમાર પંડ્યા સાહેબે સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા એવા પ્રોફેસર અર્ણવભાઈ અંજારિયા સાહેબે મતદાન જાગૃતિ, મતદાન દિવસ અને આપણા અધિકારો વિષયક સુંદર વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રીસોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડો. લલિત કુમાર પટેલ સાહેબ હતા. તેઓએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમના આમંત્રક શ્રીસોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના આદરણીય કુલસચિવશ્રી ડો. દશરથભાઈ જાદવ સાહેબ હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમના અંતે ડો. ડી. એમ. મોકરીયા સાહેબે આભારવિધિ કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન ડો.વિપુલ ભાઇ જાદવે કર્યું હતું.
કાર્યક્રમ નિહાળવા માટે અહીં ક્લિક કરો Click here