સાચોમિત્ર
સંસ્કૃતમાં કહેવાયું છે —
> पापान्निवारयति योजयते हिताय
> गुह्यं निगूहति गुणान् प्रकटीकरोति ।
> आपद्गतं च न जहाति ददाति काले
> सन्मित्रलक्षणमिदं प्रवदन्ति सन्तः ॥
👉 આ શ્લોક અનુસાર સાચા મિત્રના લક્ષણો સ્પષ્ટ છે —
▪︎ જે પાપકર્મમાંથી દૂર રાખે,
▪︎ હિતકારક માર્ગે દોરી જાય,
▪︎ ગુપ્ત વાતોની રક્ષા કરે,
▪︎ ગુણોને પ્રગટ કરે
▪︎ આપત્તિમાં સાથ ન છોડે,
▪︎ અને સમય પર મદદરૂપ બને — એ સાચો મિત્ર છે।
🎉 આજે મિત્રતા દિવસ નિમિત્તે, આવાં સર્વોત્તમ મિત્રોને નમન!
તેમના સ્નેહ, સાથ અને નિષ્ઠા બદલ હ્રદયપૂર્વક આભાર! 🙏
📚 મિત્રતા માત્ર સંબંધ નહીં, પણ એક નૈતિક જવાબદારી છે —
એક એવું નમ્રતાભર્યું સબંધ, જે પાપ નિવારણ અને હિતપ્રેરણા વચ્ચે સમતોલ રહે છે।
🌿 આવો, આપણે પણ એવા મિત્ર બનવાનો સંકલ્પ કરીએ —
જે શબ્દથી વધુ કાર્યથી મિત્રતાનું સાધન કરે।