Ticker

10/recent/ticker-posts

std.12 sanskrit paper solution । GSEB paper solution.

std.12 sanskrit paper solution । GSEB paper solution.


નમસ્કાર મિત્રો ઘણા લાંબા સમય બાદ અહીં પોસ્ટ કરી રહ્યો છું, મિત્રો હવે મેં નક્કી કર્યું છે કે નિયમિત રીતે હું મારા વિડીયો મારા બ્લોગ પર પોસ્ટ કરીશ. મિત્રો  મેં જે પેપર સોલ્યુશન કરેલું છે ધોરણ 12 સંસ્કૃત નું માર્ચ 2020 ની પરીક્ષા લેવાય છે તેમાં જુના પરિરૂપ નું પેપર પુછાયું છે, આપ સૌ જાણો છો નવી પ્રશ્નપત્ર પદ્ધતિ અથવા તો નવા પ્રશ્નપત્ર પરિરૂપ અનુસાર પપેર  હોવું જોઈએ, પરંતુ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા કરવામાં આવેલી બીપીઆ એક પ્રકારની ભૂલ જ કહેવાય. સત્રાંતઅને નવ માસિક  પરીક્ષા છે તે નવા પ્રશ્નપત્ર પરિરૂપ પ્રમાણે લેવામાં આવી જ્યારે વાર્ષિક પરીક્ષા કે જે  બોર્ડની પરીક્ષા કહેવાય છે, તે પરીક્ષામાં પેપર જુના પ્રશ્ન પરીરૂપ પ્રમાણે પૂછાવું આ એક સારી વાત ન કહેવાય પરંતુ જે હોય તે આપણે એ વિશેની ચર્ચા ન કરીએ અને આજે અહીં ધોરણ 12 સંસ્કૃત પપેર સોલ્યુશન ના  મારા જે વિડિયો છે એ અહીં પોસ્ટ કરું છું  કે જે ચાર ભાગમાં છે એ ચારેય ભાગના વિડિયો અહીંયા નીચે પોસ્ટ કરી રહ્યો છું મિત્રો આ પોસ્ટ ને આપણા મિત્રો સુધી પહોંચાડશો જેથી કરીને તેમને પણ ફાયદો થાય અને ધોરણ 11 ના  વિદ્યાર્થીઓને પણ આ વિડીયોમાંથી ઘણું શીખવા મળશે એટલા માટે વીડિયોને અન્ય સુધી શેર કરવા નમ્ર વિનંતી.