આઝાદીકા અમૃત મહોત્સવ પર
"યુવા સંકલ્પ શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ"
"પંચ પ્રકલ્પ" યોજનાની વિગતવાર સમજ.
આપણા રાષ્ટ્રને સ્વાતંત્ર્ય પ્રાપ્તિના ૭૫ વર્ષ થઇ રહ્યા છે ત્યારે સમગ્ર દેશ "આઝાદી કા અમૃત મહોત્સવ" કાર્યક્રમ વિવિધ સ્વરૂપે મનાવી રહ્યો છે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, સરકારી, અનુદાનિત તેમજ સ્વનિર્ભર કોલેજો તથા ટેકનીકલ શિક્ષણ સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓમાં અભ્યાસ કરતા યુવાન વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને રાષ્ટ્ર નિર્માણની ભાવના પ્રજ્વલિત થાય તે માટે પસંદ કરેલ ક્ષેત્રોમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમગ્ર સમાજ તેમજ રાજ્યના નાગરિકો માટે ઉપકારક અને કલ્યાણકારી બની રહે તેવી પ્રવૃત્તિઓમાં પોતાનાં રસ અને રૂચિ અનુસાર સ્વેચ્છાએ જોડાઇ સ્પષ્ટ સંદેશ તેમજ શીખ રજૂ કરી શકે તે હેતુસર "અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ - શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ" યોજના શરૂ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતીવિચારણાના અંતે રાજ્યની તમામ યુનિવર્સિટી, સરકારી, અનુદાનિત તેમજ સ્વનિર્ભર કોલેજો તથા ટેકનીકલ શિક્ષણ સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ- નક્કી થયેલ ક્ષેત્રો માટે જણાવેલ યાદી પૈકીના વિષયોને ધ્યાને લઇ સૂચવેલ વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાય તે માટે "અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ - શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ” યોજના બાબતે ની સંપુર્ણ સમજ નીચે આપેલ છે.આ યોજનાનું સ્વરૂપ તેમજ જરૂરી બાબતો નીચે મુજબનું છે.
ઉપરોક્ત યોજનાનું આયોજન નીચે દર્શાવેલ ૦૫ (પાંચ) વિષયોને કેન્દ્ર સ્થાને રાખી ૧૦ ઓગસ્ટ ૨૦૨૨ સુધી અમલી બનાવવાનું રહેશે. અહીં જણાવેલ વિષય ક્ષેત્રોને ધ્યાને લઇ યોજનાના આયોજન કરવાનું છે, અને અમલીકરણ માટેની માર્ગદર્શક વિગતો નીચે મુજબ છે.
1. કોરોના સંક્રમણ અટકાવવા તથા રસીકરણ અંગે.
વર્તમાન સ્થિતિ ને જોઈ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા તેમજ ૧૦૦ ટકા રસીકરણનો લક્ષ્યાંક પ્રાપ્ત થાય તે બાબતે જનજાગૃતિ વિકસે તેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજવી. "કોરોનાને ધ્યાને લઇ અપેક્ષિત વર્તનની સમજ વિકસે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્કના ઉપયોગ બાબતે જાગૃતિ વધે તે માટેના પ્રયાસો હાથ ધરવા, યુનિવર્સીટી તેમજ કોલેજ કેમ્પસમાં ફરજીયાત રસીકરણ ઝુંબેશ થાય તે સુનિશ્ચિત કરવું". આ બાબતને કેન્દ્ર સ્થાને રાખી સૂચવેલ પ્રવૃત્તિઓના આયોજન અને અમલીકરણ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો સહયોગ મેળવવાનો રહેશે.
2. પર્યાવરણ, સ્વચ્છતા, જળ સંરક્ષણ તેમજ જળસંચય.
પર્યાવરણ, સ્વચ્છતા, જળ સંરક્ષણ તેમજ જળ સંચય માટે "વૃક્ષારોપણ, ફળાઉ તેમજ ઔષધ વૃક્ષોનું વાવેતર વધે તેવા પ્રયાસ, હયાત વૃક્ષોની જાળવણી, જળ સંચય અને જળ સંરક્ષણ પ્રત્યે લોકોને જાગૃત કરવા, ગ્રીન વિલેજ, ક્લીન વિલેજ, સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા બાબત, હરિત ઉર્જા, બાયોગેસનો ઉપયોગ વિગેરે બાબતે લોકોને પ્રેરિત કરવા. નજીકના વિસ્તારમાંથી જળસંચય તેમજ જળસંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરેલ હોય તેવા પ્રગતિશીલ વ્યક્તિઓની મુલાકાત કે વાર્તાલાપ ગોઠવવા. પસંદ કરેલ ગામોમાં ખેત તલાવડીનું નિર્માણ, કૂવા રીચાર્જ કરવા તેમજ વરસાદી પાણી જમીનમાં ઉતારવા બાબતે વિદ્યાર્થીઓ દ્વારા લોકોને પ્રેરિત કરવા." સૂચવેલ પ્રવૃત્તિઓના આયોજન અને અમલીકરણ માટે વન અને પર્યાવરણ વિભાગ, સિંચાઈ તેમજ પાણી પુરવઠા વિભાગ, સ્વચ્છ ભારત મિશન તેમજ વિસ્તારમાં આવેલ ગ્રામીણ વિકાસ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓનો સહયોગ મેળવવાનો રહેશે.
3. ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી
પ્રાકૃતિક ખેતી અને "દેશી ગાયના જતન તેમજ સંવર્ધનની કામગીરી દ્વારા લોકો રાસાયણિક ખાતર અને કીટનાશકોના ઉપયોગના બદલે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી" તરફ વળે તે માટે પ્રેરિત કરવા. રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીનને થતા નુકશાન બાબતની જાણકારી સરળ રીતે આપી શકાય તેવી પ્રવૃત્તિઓ કરવી, પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે નમૂનારૂપ કામગીરી કરેલ હોય તેવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કે વાર્તાલાપ ગોઠવી શકાય. પરંપરાગત ખેતીથી મેળવવામાં આવતા પાક તેમજ પ્રાકૃતિક ખેતીથી મેળવવામાં આવતા પાક વચ્ચેના ગુણવત્તા બાબતે ભેદ સમજાવી શકાય તેવી પ્રવૃત્તિઓ યોજવી. સૂચવેલ પ્રવૃત્તિઓના આયોજન અને અમલીકરણ માટે કૃષિ વિભાગ સાથે જોડાયેલ યુનિવર્સીટી, ખેડૂત તાલીમ કેન્દ્રો, ગ્રામ વિદ્યાપીઠો, ગ્રામ સેવકોનો સહયોગ મેળવવાનો રહેશે.
4. નશાબંધી તેમજ કુરિવાજ નિવારણ.
દેશ માં ચાલતા દહેજ પ્રથા તેમજ ભૃણ હત્યાનાં નિવારણ) નશાબંધી અને વ્યસન મુક્તિ બાબતે પ્રયાસ હાથ ધરવા. "દારુ, તમાકુ, ડ્રગ્સના ઉપયોગથી આરોગ્યને થતું નુકશાન તેમજ વ્યક્તિની સામાજિક સ્થિતિને થતા નુકશાન વિશે સમજ આપવી," નશાબંધી સપ્તાહની ઉજવણી કરવી, વ્યસનથી લોકો મુક્તિ મેળવી શકે તે માટે જાણીતી સંસ્થાઓના વ્યસન મુક્તિને લગતા પ્રદર્શનો ગોઠવવા. બેટી બચાવો બેટી પઢાઓને મહત્વ આપવું, દિકરા અને "દિકરીઓના જન્મના પ્રમાણમાં તફાવત દૂર થાય તેમજ ભૃણ હત્યા અટકાવવા લોકજાગૃતિ કેળવવી, દિકરીઓના લગ્ન પ્રસંગે દહેજ પ્રથા નાબૂદ થાય તેમજ દહેજ આપવા કરતાં દીકરીઓ સ્વાભિમાન સાથે જીવન પસાર કરી શકે તેવું શિક્ષણ તેઓને મળે તે બાબતે લોકોને જાગૃત કરવા સૂચવેલ પ્રવૃત્તિઓના આયોજન અને અમલીકરણ માટે નશાબંધી અને આબકારી વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગનો સહયોગ મેળવવાનો રહેશે.
5. ફીટ ઇન્ડીયા {રમતગમત તેમજ ખેલકૂદને ઉત્તેજન}
"યુવા વિદ્યાર્થીઓને સાક્ષરી વિષયોના અભ્યાસ ઉપરાંત રમતગમત ક્ષેત્રે રસ અને રૂચિ કેળવાય તેમજ શરીર સ્વાસ્થ્ય અને ફિટનેસ અંગે જાગૃત બને તેમજ ખેલકૂદની સ્પર્ધાઓમાં મહત્તમ વિદ્યાર્થીઓ જોડાય તેમજ વિદ્યાર્થીઓનો બહુર્મુખી વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ હાથ ધરવી. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોતાના રસ તેમજ રુચિ અનુસારની રમતોમાં ભાગ લઇ કૌશલ્ય દેખાડવાની તક મળે તે પ્રકારના વિવિધ સ્તરીય વ્યાપક આયોજનો ગોઠવવા, સૂચવેલ પ્રવૃત્તિઓના આયોજન અને અમલીકરણ માટે યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ હેઠળની સ્થાનિક રમત ગમત કચેરીનો સહયોગ મેળવવાનો રહેશે."
ઉપરનાં પ(પાંચ) વિષય ક્ષેત્ર ઉપરાંત નીચે મુજબની પ્રવૃતઓનું આયોજન કરી શકાય.
"આઝાદી પ્રાપ્તિમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાન તેમજ જીવન પરિચય બાબત અંગ્રેજ શાસન હેઠળના લાંબા સમયના ગુલામીકાળ બાદ દેશને સ્વતંત્રતા અપાવવામાં સેંકડો શહીદો તેમજ ક્રાંતિવીરોનું અભૂતપુર્વ યોગદાન છે. આજના યુવાનોમાં રાષ્ટ્ર ભક્તિની ભાવના વિકસે તે માટે આઝાદીના લડવૈયાઓના સંઘર્ષ અને સમગ્ર જીવન બાબતે પરિચય મળી રહે તે પ્રકારના વાર્તાલાપ, શેરી નાટકો, ચર્ચાસભા, નિબંધ સ્પર્ધા વિગેરે બાબતે પણ પ્રવૃત્તિઓ યોજવાની રહેશે. તેમજ વિસ્તાર તેમજ ગામોમાં આવેલ સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ મહાપુરુષોની પ્રતિમાઓની સફાઈ વિદ્યાર્થીઓ દ્વારા થાય તેમજ ફૂલહાર અર્પણ થાય તેવું આયોજન કરવું."
1. પ્રવૃત્તિઓ ની યાદી
"ઉપર જણાવેલ પ(પાંચ) વિષય ક્ષેત્રોને ધ્યાને લઇ નીચે મુજબની પ્રવૃત્તિઓ તમામ યુનિવર્સિટી તેમજ કોલેજો દ્વારા યોજવાની રહેશે જેમાં મહત્તમ વિદ્યાર્થીઓ જોડાય તેવા અસરકારક પ્રયાસો કરવાના રહેશે તેમજ પ્રવૃત્તિઓને સ્પર્ધાનું સ્વરૂપ આપવાનું રહેશે."
(૧) શેરી નાટક
(૨) રેલી/પ્રભાતફેરી
(૩) વકતૃત્વ સ્પર્ધા
(૪) ચર્ચા સભા
(૫) નિબંધ સ્પર્ધા
(૬) ચિત્ર સ્પર્ધા
(૭) એથ્લેટીક્સ તેમજ ગ્રામીણ રમતોનું આયોજન
(૧) શેરી નાટક
(૨) રેલી/પ્રભાતફેરી
(૩) વકતૃત્વ સ્પર્ધા
(૪) ચર્ચા સભા
(૫) નિબંધ સ્પર્ધા
(૬) ચિત્ર સ્પર્ધા
(૭) એથ્લેટીક્સ તેમજ ગ્રામીણ રમતોનું આયોજન
2. ગામ-વિસ્તારની પસંદગી બાબત
પંચ પ્રકલ્પ પોર્ટલ પરથી દરેક યુનિવર્સિટી તેમજ કોલેજ તેના પોષક વિસ્તારમાંથી ૧૦ (દસ) ગામોની પસંદગી કરશે. સમગ્ર શહેરી વિસ્તાર હોય તેવા કિસ્સામાં ચોક્કસ વોર્ડ પસંદ કરવાનો રહેશે. જે ગામો કે વોર્ડમાં જણાવેલ કાર્યક્રમ કે પ્રવૃત્તિ યોજવાની રહેશે.
3. નોડલ ઓફિસરની નિયુક્તિ બાબત
આ યોજના માટે દરેક યુનિવર્સિટી તેના તાબા હેઠળની કોલેજો ખાતે તેમજ યુનિવર્સિટી ખાતેના વિભાગોમાં જણાવેલ પ્રવૃત્તિઓનું આયોજન અને અમલીકરણ અસરકારક રીતે થાય તેમજ રિપોર્ટીંગ, મૂલ્યાંકન તેમજ ફોલો-અપ કામગીરી સાર્થક થઇ શકે તે માટે યુનિવર્સિટી દીઠ (એક) સીનિયર પ્રાધ્યાપકને "નોડલ ઓફિસર" તરીકે નિયુક્ત કરવા તથા અન્ય બે પ્રાધ્યાપકોને "આસીસ્ટન્ટ નોડલ ઓફિસર" તરીકે નિયુક્ત કરવાના રહેશે.
આમ, યુનિવર્સિટી તેમજ તેના તાબા હેઠળની કોલેજોમાં આ યોજનામાં જણાવેલ પ્રવૃત્તિઓના આયોજન અને અમલીકરણ માટે કુલ ૩ (ત્રણ) વ્યક્તિઓની સમિતિ રહેશે. નોડલ ઓફિરારશ્રી યુનિવર્સિટી તેમજ દરેક કોલેજ દ્વારા પસંદ થયેલ ૧૦ (દસ) ગામો કે વિસ્તારની વિગતો મેળવશે તેમજ ચકાસણી કરશે, કોઇપણ ગામ કે વિસ્તાર બેવડાય નહિ તે સુનિશ્ચિત કરશે. દરેક કોલેજ દીઠ પસંદ થયેલ ગામો/વિસ્તારની યાદી બનાવવાની રહેશે તેમજ તે જ ગામો કે વિસ્તારમાં સૂચવેલ વિષયક્ષેત્ર મુજબની દર્શાવેલ પ્રવૃત્તિઓ અસરકારક રીતે યોજાય તેવા પ્રયાસ કરવાના રહેશે.
4. વિવિધ સમિતિઓની રચના બાબત.
દરેક યુનિવર્સિટી તેમજ કોલેજ દ્વારા ઉપર જણાવેલ ૦૫ (પાંચ) વિષયક્ષેત્ર દીઠ અલગ અલગ સમિતિઓની રચના કરવાની રહેશે.
દરેક સમિતિના કન્વીનર અધ્યાપક રહેશે તેમજ દરેક સમિતિમાં કોલેજના પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ તેમજ તૃતીય વર્ષના વર્ષ દીઠ ૧ (એક) વિદ્યાર્થી તેમજ ૧ (એક) વિદ્યાર્થીની સહ કન્વીનર તરીકે રહેશે. એમ દરેક સમિતિ ૧ + ૬ =૭ (સાત) વ્યક્તિઓની રહેશે.
સમિતિ સમગ્ર આયોજન અને અમલીકરણ કરશે તેમજ આચાર્યશ્રીના પરામર્શન અને માર્ગદર્શનથી સુચારૂ રૂપે કાર્યક્રમ યોજાય તેમજ ઉત્સાહભેર વધુ વિદ્યાર્થીઓ જોડાય તેવા પ્રયાસ કરવાના કરશે.
5. નિર્ણાયકની ટુકડી બનાવવા બાબત.
પસંદ કરેલ ગામો તેમજ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ તેમજ ટુકડીઓ દ્વારા જણાવેલ કાર્યક્રમો યોજાય તે સ્થળો ખાતે જઇ મૂલ્યાંકન કરી શકાય તે માટે દરેક યુનિવર્સિટી તેમજ કોલેજ દીઠ ત્રણ થી પાંચ વ્યક્તિઓની નિર્ણાયક ટુકડી બનાવવાની રહેશે. આ ટુકડી દ્વારા રજૂ થતી દરેક કૃતિનું ચોક્કસ ક્ષેત્રોને ધ્યાને રાખી મૂલ્યાંકન કરવાનું રહેશે. તે માટે જરૂરી રેકર્ડ પણ જાળવવાનું રહેશે.
6. સ્પર્ધકોના પ્રોત્સાહન આપવા બાબત
પસંદ કરેલ ગામો તેમજ વિસ્તારોમાં જણાવેલ ક્ષેત્રો માટે પસંદ કરેલ પ્રવૃત્તિ કે કાર્યક્રમ રજૂ કરતાં પહેલાં પ્રથમ તે કોલેજ ખાતે અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ થાય તે ઇચ્છનીય છે. પરિણામ સંદેશનો ફેલાવો વધુ થઇ શકે તેમજ સૂચનો મળ્યેથી સુધારો કરી શકાય. નિર્ણાયકોએ દરેક પ્રવૃત્તિ-કાર્યક્રમ દીઠ પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા પસંદ કરવાના રહેશે જેઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવાના રહેશે. ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પણ ભાગ લેવા બદલાનું પ્રમાણપત્ર મળે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. યુનિવર્સિટી તેમજ કોલેજે આ વ્યવસ્થા ઉપલબ્ધ ફંડ કે લોક સયોગ દ્વારા કરવાની રહેશે. આ માટે અલગથી કોઈ અનુદાન મળવાપાત્ર થશે નહી.
7. સમગ્ર યોજનામાં જણાવેલ પ્રવૃત્તિઓના રિપોટીંગ તેમજ ડેટા એન્ટ્રી બાબત.
આ સમગ્ર યોજનામાં જણાવેલ દરેક પ્રવૃત્તિઓ સંદર્ભે થયેલ કામગીરી બાબતે દરેક યુનિવર્સિટી તેમજ કોલેજ દ્વારા ચોક્કસ ફોર્મેટમાં જણાવેલ સમયે રિપોર્ટીંગ કરી શકાય તે માટે પોર્ટલ ડેવલપ કરવામાં આવ્યું છે. પ્રવૃત્તિઓ પુર્ણ થયેથી નિયત પત્રકોમાં નિયમિત રીતે વિગતો રજૂ કરવાની રહેશે. વધુમાં, દર ત્રણ માસે આ યોજના સંદર્ભે થયેલ પ્રગતિની સમીક્ષા હાથ ધરવામાં આવશે.
Login to panch praklap portal
પંચ પ્રકલ્પ યોજના ની સંપૂર્ણ સમજ તેમજ પોર્ટલ માં કઈ રીતે લોગીન થવું, નોડલ ઓફિસરની નિમણૂક કેવી રીતના કરવી, આસિસ્ટન્ટ નોડેલ ઓફિસર કેવી રીતે બનાવવા, ગામોની પસંદગી કેવી રીતના કરવી, સમિતિઓ કેવી રીતે રચવી, આ બધી જ બાબતોની ચર્ચા આગળ આપણે કરીશું.
આભાર