Ticker

10/recent/ticker-posts

૨૬મી જાન્યુઆરી 73 મોં પ્રજાસત્તાક દિન ગીર સોમનાથ જિલ્લામાં ઉજવાયો.

26 મી જાન્યુઆરી 73 મોં પ્રજાસત્તાક દિન ગીર સોમનાથ જિલ્લામાં ઉજવાયો.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

26 January

      સમગ્ર ભારતમાં આજે ૨૬મી (26 January 2022) જાન્યુઆરીના રોજ 73 મો પ્રજાસત્તાક પર્વ ઉલ્લાસભેર ઉજવાય રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પણ આ કાર્યક્રમ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ અને સામાજિક અંતર જાળવી ઉજવવામાં આવ્યો છે. 

આ વર્ષે 26 મી જાન્યુઆરી 2022 નાં રોજ રાજ્યકક્ષાનાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનો  કાર્યક્રમ ગીર સોમનાથ જિલ્લામાં ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં માન. મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહયા હતા. અને તેના દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યુ  હતું. આ કાર્યક્રમ માટે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીને જે કાર્યની જવાબદારી સોંપવામાં આવી હતી તે ખુબજ સફળતાપૂર્વક તેમણે પૂર્ણ કરી.તેમજ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી જેની વિગતો નીચે મુજબ છે.

26 January

     તારીખ -26-01-2022 ના રોજ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૩ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં માનનીય કુલપતિશ્રી ડો. લલિતકુમાર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને કુલપતિશ્રી દ્વારા પ્રસંગોચિત ઉત્સાહ વર્ધક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલસચિવ શ્રી ડો. દશરથ જાદવ, પ્રિન્સીપાલ શ્રી નરેન્દ્રકુમાર પંડ્યા, અધિકારીશ્રીઓ, સર્વે અધ્યાપકશ્રીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો હતો. કાર્યક્રમના સંયોજક અને સંચાલક તરીકે ડો. જે.ડી. મુંગરા - એન.એસ.એસ. પ્રોગ્રામ કો-ઓર્ડીનટર એ કામગીરી કરેલ હતી. સમગ્ર કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો .