किं वैद्येन प्रयोजनम्
સંસ્કૃતવિદ્યામાં આયુર્વેદ પણ એક વિદ્યા તરીકે પ્રતિષ્ઠિત છે. આમાં ચરક, સુશ્રુત તથા ભાવપ્રકાશ જેવા અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. આ બધા ગ્રંથોમાં ખૂબ જ સૂક્ષ્મતાથી જે-તે વિષયની વિચારણા કરવામાં આવી છે અને તેને સમજવા માટે પૂર્વાપરનો સંદર્ભ જાણમાં હોવો જરૂરી થઈ પડે છે.
પરંતુ ક્યારેક ક્યારેક કોઈક વિષયની વિચારણા દરમિયાન મુક્તરૂપે અમુક મૂલ્યવાન વિચાર પણ રજૂ થઈ જતો હોય છે. આવા વિચારો સામાન્ય જનમાનસના મનમાં વસી જતા હોય છે અને તેથી તેનો લાભ સહુ કોઈ લઈ શકતું હોય છે. પ્રસ્તુત પાઠમાં આયુર્વેદ વિદ્યાના જુદા જુદા ગ્રંથોમાંથી સાત પદ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
સ્વાસ્થ્ય જીવનનું પ્રથમ સુખ છે. તેને જાળવી રાખવા માટે કેટલુંક જ્ઞાન અપેક્ષિત છે. અહીં પ્રથમ પદ્યમાં ભોજનને અંતે, દિવસને અંતે અને રાત્રિને અંતે જે પદાર્થોનું સેવન કરવાનું છે, તેનો નિર્દેશ છે. દિવસમાં કેટલી વાર ખાવાથી શું શું થાય છે, તેની વાત બીજા પદ્યમાં છે. ત્રીજા પદ્યમાં માણસ પોતાનો વૈદ્ય પોતે જ બની રહે, તે માટેની વાત કરવામાં આવી છે. એ પછી ચોથા પદ્યમાં આયુર્વેદશાસ્ત્રનો સિદ્ધાંત રજૂ થયો છે. છઠ્ઠું પદ્ય ચિકિત્સા કરનાર વ્યક્તિની યોગ્યતાનું વર્ણન કરે છે. છેલ્લાં બે પદ્યો શારીરિક સ્વાસ્થ્ય માટે વ્યાયામની ઉપયોગિતાને સૂચવનારાં છે.
આ પદ્યોમાં પીરસાયેલું જ્ઞાન પ્રાપ્ત કરીને તેના અનુસંધાને કેટલોક પુરુષાર્થ અપેક્ષિત છે. પાઠનો અભ્યાસ કરીને તેના ફળ તરીકે પ્રાપ્ત જ્ઞાનનો આધાર લઈ વિદ્યાર્થીઓ પોતાની દિનચર્યામાં જરૂરી સાવધાની રાખે, તે અપેક્ષિત છે.
भोजनान्ते पिबेत् तक्रम् दिनान्ते च पिबेत् पयः ।
निशान्ते च पिबेत् वारि किं वैद्येन प्रयोजनम् ॥1॥
વધુ સારી રીતે પાઠ સમજવા વિડીયો જરૂર જુઓ
x
ધોરણ ૧૨ સંસ્કૃત અભ્યાસક્રમ સમજવા અમારી ચેનલ ને SUBSCRIBE કરવાનું ભૂલશો નહીં.