Std 12 Sanskrit Unit 7 Subhashitamadhubindavah
सुभाषितमधुबिन्दवः
..સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોનો અખૂટ ખજાનો છે. આવાં સુભાષિતો ક્યારેક કોઈ મહાકાવ્યમાં, ક્યારેક કોઈ રૂપકમાં, ક્યારેક કોઈ શાસ્ત્રગ્રંથમાં તો વળી, ક્યારેક મુક્તક તરીકે લોકમાનસમાં સ્થાન પામેલાં હોય છે. આ સુભાષિતોમાં વૈચારિક તત્ત્વ ઉપરાંત ક્યારેક શાબ્દિક ચમત્કૃતિ, કોઈ અલંકારની વિશિષ્ટ યોજના, અર્થનું ગાંભીર્ય તથા ક્યારેક કોઈ કૂટતત્ત્વ પણ નિહિત હોય છે. અહીં આ પ્રકારના વૈવિધ્યસભર છ સુભાષિતો જુદા જુદા ગ્રંથોમાંથી સંગૃહીત કરવામાં આવ્યાં છે. દરેકનો છંદ અને વિષય અલગ અલગ જ છે...
"પ્રથમ સુભાષિત વચનમાં એક શાશ્વત સત્ય તરફ આપણું ધ્યાન દોરવામાં આવ્યું છે. બીજું સુભાષિત માણસને સુભાષ - (અર્થાતુ સારું ભાષણ કરવા)નો ઉપાય સૂચવે છે. ત્રીજા પદ્યમાં ત્રણ વસ્તુઓની ખાસિયત અને ચોથા પદ્યમાં સજ્જનની વિશેષતા વર્ણવી છે. પાંચમું પદ્ય સંવાદાત્મક છે. ટૂંકાં અને બે-બે અર્થ ધરાવતા પ્રશ્નો પાર્વતીના મુખમાં અને તેમના ઉત્તર શિવના મુખે મૂકાયા છે. છઠ્ઠ પદ્ય નીતિવચન છે અને જણાવે છે કે મોટાઈ કે સ્થૂળતા મહિમાનું કારણ નથી. નાના કે સૂક્ષ્મ પદાર્થોનો પણ અનેરો મહિમા છે."
-પ્રસ્તુત પાઠમાં સંગૃહીત પદ્યોમાંથી વિદ્યાર્થીએ બે પ્રકારે પ્રેરણા લેવાની છે. અહીં વ્યક્ત થયેલા વિચારરાશિને હૃદયંગમ કરીને એક બાજુ પોતાના વિચારવભવને વધારવાનો છે, તો બીજી બાજુ પદ્યોમાં પ્રયુક્ત પદાવલિને બરાબર સમજી લઈને વિદ્યાર્થીએ પોતાની ભાષાકીય સમૃદ્ધિને પણ વધારવાની છે.