Ticker

10/recent/ticker-posts

Celebrating International Women's Day

 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત કાર્યક્રમનું આયોજન


તા.૦૮/૦૩/૨૦૨૨ નાં રોજ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે મહિલા અધિકાર સમિતિ દ્વારા 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. સદર કાર્યક્રમમાં મહિલા અધિકાર સમિતિ અધ્યક્ષા ડૉ.બી.ઉમા મહેશ્વરીજી દ્વારા સર્વે મહાનુભાવશ્રીઓનું સ્વાગત પ્રવચન કરવામાં આવેલ. યુનિવર્સિટીનાં માન.કુલપતિશ્રી ડૉ.લલિતકુમાર પટેલજી તેમજ માન.કુલસચિવશ્રી ડૉ.દશરથ જાદવજી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને પ્રેરક પ્રવચન આપવામાં આવેલ. તેમજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત મહિલા અધિકાર સમિતિ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન રૂપે ઇનામો આપવામાં આવેલ. યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશની વિરાંગના રાણી લક્ષ્મીબાઇ તેમજ સાવિત્રીબાઇ જ્યોતિરાવ ફુલે પર એકપાત્રીય અભિનય તથા વક્તૃત્વ રજુ કરવામાં આવેલ. સદર કાર્યક્રમનું સમગ્ર સંચાલન યુનિવર્સિટીની છાત્રા કિર્તિ શર્મા એ કરેલ. તથા કાર્યક્રમને અંતે મહિલા અધિકાર સમિતિ સદસ્ય શ્વેતાબેન જાનીજી દ્વારા કાર્યક્રમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનશ્રીઓ, યુનિવર્સિટી સંચાલિત સંસ્કૃત કોલેજનાં આચાર્યશ્રી, તમામ અધ્યાપકશ્રીઓ, વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ, સ્પર્ધાનાં નિર્ણાયકશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવેલ.તેમજ સમગ્ર કાર્યક્રમ અત્યંત ઉત્સાહ પૂર્વક સંપન્ન કરવામાં આવેલ.