નમસ્કાર મિત્રો…
હાલમાં મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ (SIR) ચાલી રહ્યો છે.
આ રાષ્ટ્રીય કામગીરી છે અને ફરજની ભાવના સાથે આપણે કરવી જ જોઈએ…
પરંતુ જીવનના મૂલ્યથી મોટું કંઇ નથી.
તાજેતરમાં તણાવ, કામના દબાણ અને જવાબદારીઓ વચ્ચે કેટલાક દુઃખદ સમાચાર સાંભળવા મળી રહ્યા છે—
💔 આત્મહત્યા
💔 હાર્ટ એટેક
આ બધું અત્યંત પીડાદાયક છે.
🙏 યાદ રાખો…
અપણે નોકરી સારું જીવન જીવવા અને પરિવારના સુખ માટે કરીએ છીએ. જો આપણે હતાશ થઈ ખોટું પગલું ભરીએ, તો પરિવારનું શું?"SIR" નું કામ મહત્વનું છે, પરંતુ તણાવ લઈને નહીં. કામમાં સમય લાગી શકે, પરંતુ કામ પૂરૂં ચોક્કસ થશે.
📌 ખાસ કરીને શિક્ષકો માટે
શિક્ષકનું કાર્ય માત્ર શીખવવાનું નહીં, પ્રેરણા આપવાનું, માર્ગદર્શન આપવાનું અને તણાવમાંથી બહાર લાવવાનું છે.
શિક્ષક સમાજ માટે દીવા સમાન છે—
✨ બળે છે, રસ્તો બતાવે છે… પરંતુ ભટકતો નથી.
દિવસભર સવારથી રાત સુધી કામ કરવા છતાં
ક્યારેક અપેક્ષા મુજબ પરિણામ ન આવે,
અને ઉપરથી દબાણ, અપમાન કે સ્વમાનને ઠેસ પહોંચે—
પરંતુ ત્યારે પણ જીવનને કામથી નાનું ન માનવું
💡 શું કરવુ
✔ સમજ સાથે કામ કરો
✔ યોગ્ય આયોજન કરો
✔ શરીરને પૂરતો આરામ આપો
✔ સહાય માંગવામાં અચકાવું નહીં
✔ મિત્રો અને પરિવારના સભ્યોની મદદ લઈએ.
✔ માનસિક આરોગ્યને પ્રાથમિકતા આપો
💯 અંતમાં એક વાત…
જીવન અમૂલ્ય છે.
કામ જીવન માટે છે, જીવન કામ માટે નહીં.
એકબીજાને સમજીએ, સહકાર આપી
શાંતિ, સમતોલતા અને સન્માન સાથે કાર્ય કરીએ.
🙏 અધિકારીશ્રીઓને પણ વિનંતી…
માનવી પહેલા, કર્મચારી પછી. આ ભાવના રાખવી જોઈએ
સકારાત્મક રહો. સુરક્ષિત રહો. 💛🙏
https://orcid.org/0009-0007-7473-5279
